નાસ્તા માં બનાવો સ્વાદિષ્ટ ટામેટા પરાઠા

Published on BNI NEWS 2021-10-17 18:37:15

    • 17-10-2021
    • 951 Views

    સામગ્રી - એક કપ મેંદો,ત્રણ ટીસ્પૂન વાટેલા ટમેટા,એક ટીસ્પૂન ધાનાનો પાઉડર,એક ટીસ્પૂન લાલ મરચાનો પાઉડર,મીઠું સ્વાદ પ્રમાણે,એક ચમચી જીરું,એક 1 ચમચી ચાટ મસાલો,એક ચમચી કાળા મરી પાવડર,એક ચમચી કોથમીર અને દેશી ઘી.
    બનાવવાની રીત - ટામેટા પરાંઠા બનાવવા સૌથી પહેલા એક વાસણમાં ટમેટાને સારી રીતે છીણી લો.જ્યારે ટમેટા છીણી જાય તો તેને એક વાસણમાં કાઢી લો.હવે એક વાસણમાં મેંદા ટમેટા, મીઠું, જીરું, ધાણા પાવડર, લાલ મરચાનો પાઉડર, ચાટ મસાલા,કાળા મરીનો પાવડર અને સમારેલી કોથમીર નાંખો અને બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો.હવે બધી વસ્તુઓ મિક્સ થઈ જાય તો મેંદાનો લોટ બાંધી લો.હવે બંધાયેલા મેંદોના લોટને પાંચ-છ મિનિટ મૂકી દો. હવે બીજી બાજુ એક પેનને ગૈસ પર ગર્મ કરો.જ્યારે પેન ગર્મ થઈ જાય તો પરાઠાને કોઈ પણ આકારમાં વળીને ઘીથી શેકવું અને ગરમ-ગરમ સૉસ સાથે સર્વ કરો.