- 17-10-2021
- 1249 Views
ઘર પર બનાવો ભરેલા મરચા
Published on BNI NEWS 2021-10-17 18:30:10
સામગ્રી - ૧૦૦ ગ્રામ મધ્યમ આકારના લીલા મરચા.
ભરાવન માટે- ચણા નો લોટ,ચપટી,હીંગ અડધી ચમચી રાઈ, અડધી ચમચી ખાંડ, એક ચમચી લીંબુનો રસ,મીઠું સ્વાદ પ્રમાણે,ચપટી હળદર,ધાણા પાવડર
બનાવવાની રીત - એક કઢાઈમાં તેલ લઈને એમાં રાઈ નાખો એ તડકી જાય ત્યારે એમાં થોડી હીંગ નાંખો,બેસન નાખો એને 5 મિનિટ ધીમા તાપ પર શેકો . પછી એમાં ધાણા પાવડર,મીઠું,હળદર,લીંબુનો રસ અને થોડી ખાંડ નાખો એમાં બે ચમચી પાણી નાખો અને બે મિનિટમાં તાપથી ઉતારી લો.હવે મરચાને વચ્ચેથી ભરાવન માટે કાપો અને એના બીયા કાઢી નાખો અને એમાં બેસનના પેસ્ટ ભરો.બધા મરચા ભરાય જાય એના પછી એક પેનમાં તેલ નાખી થોડી રાઈ નાખો અને મરચાને ભરેલા તરફ થી શેકવા માટે મૂકો.બન્ને તરફથી મરચા શેકો જ્યારે એ નરમ થઈ જાય ત્યારે ઉતારી લો એટેલ તૈયાર છે ભરેલા મરચા અને માણો સ્વાદ.