ઝઘડિયાના ખરચી ભીલવાડા ગામે ત્રણ ઈસમોએ એક મહિલા તથા તેના પતિને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી.

Published on BNI NEWS 2022-09-24 16:54:30

    • 24-09-2022
    • 372 Views

    (પ્રતિનિધિ : જ્યશીલ પટેલ,ઝઘડીયા)
    ઝઘડિયા તાલુકાના ખરચી ભીલવાડા ગામે રહેતી સુશીલાબેન મધુસુદનભાઈ વસાવા મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.ગતરોજ શ્રાદ્ધ હોય સુશીલાબેન તથા તેમનો પરિવાર જમી પરવાળી તેમના ઘરે બેઠા હતા.ત્યારે તેમના જ ગામના રણજીત,બાબુ તથા જગદીશનાઓ તેમના ઘરે આવેલા અને કહેતા હતા કે તમારે અમારા ગામમાં આવવાનું નહીં,તમારે જ્યાં રહેવું હોય ત્યાં રહેજો તેમ કહી આ ત્રણે જણાએ સુશીલાબેન સાથે ગાળા ગાળી ઝપાઝપી કરી તેમને જમીન પર પાડી દઈ ઢીકા પાટુ નો માર માર્યો હતો.તે દરમ્યાન સુશીલાબેનના પતિ મધુસુદનભાઈને પણ આવેલા ત્રણેય ઈસમોએ માર મારી છુટા હાથે મારા મારી કરેલ.આ ઝઘડા દરમ્યાન સુશીલાબેન ને કાનનો કાપ ક્યાં પડી ગયેલ હતો.મારામારી કરવા આવેલા ત્રણેય ઈસમોએ સુશીલાબેનને મારી નાખવાની ધમકી આપી ત્યાંથી જતા રહ્યા હતા.ઈજાગ્રસ્ત સુશીલાબેન ને તથા તેમના પતિને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.
    ઘટના સંદર્ભે સુશીલાબેન મધુસુદનભાઈ વસાવાએ (૧) રણજીત ગુમાન વસાવા (૨) બાબુ જાતર વસાવા (૩) જગદીશ બુધિયા વસાવા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.