મહિલા શક્તિ સેના ફરી એકવાર મેદાનમાં : આશા વર્કર અને ફેસીલેટર બહેનોએ ફરી એક વાર લોલીપોપની યોજના ફગાવી પરિપત્રની હોળી કરી.

Published on BNI NEWS 2022-09-24 16:52:26

  • 24-09-2022
  • 347 Views

  - નહિં જેવું વેતનનો વધારો કરી લોલીપોપ આપતા પરિપત્રની જિલ્લા પંચાયતમાં હોળી કરાઈ.
  વિધાનસભાની ચૂંટણી ટાણે સમગ્ર ગુજરાતમાં લોકો મેદાનમાં ઉતરી આંદોલન કરી રહ્યા છે અને તેમાં મહિલાઓ પણ દૂર રહી નથી.જેમાં આશા વર્કર અને ફેસીલેટરની મહિલાઓએ આંદોલન છેડ્યા બાદ નહીંવત જેવું વેતનમાં વધારો કરતા મહિલાઓને લોલીપોપ આપ્યો હોવાના આક્ષેપ સાથે વેતન વધારાના પરિપત્રની જીલ્લા પંચાયત કચેરી ખાતે હોળી કરી ભારે હોબારો મચાવ્યો હતો.
  આશા વર્કરની બહેનોને વેતનમાં ૨૦૦૦ રૂપિયાનો વધારો જ્યારે ફેસીલેટર બહેનોને રૂપિયા ૨૫૦૦ રૂપિયાનો વધારો જાહેર કરતો પરિપત્ર ઈસ્યુ કરવામાં આવતા જ આશા વર્કરની બહેનો તથા ફેસીલેટરની બહેનોએ ફરી એકવાર મહિલા શક્તિ સેના બેનર અંતગર્ત શક્તિ પ્રદર્શન કર્યું હતું.જેમાં ભરૂચ જીલ્લા પંચાયત ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી અને સરકારે આપેલા લોલીપોપ સમાન વેતન ચુકવ્યું હોવાના આક્ષેપ સાથે પરિપત્રની હોળી કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો અને આગામી દિવસોમાં વિરોધનો વંટોળ યથાવત રહેશે તેવી ચીમકી ઊંચારી છે.
  અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે મહિલાઓ ના વિરોધ ન પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને વિરોધ કરતી મહિલાઓને અટકાવતા વાતાવરણ વધુ ઉગ્ર બન્યું હતું અને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.