ઝઘડિયાના તરસાલી ભાલોદ અને મોટી કોરલના જુગારીયાઓ વિરુદ્ધ ગુનો નોંધાયો.

Published on BNI NEWS 2022-09-24 14:45:34

  • 24-09-2022
  • 439 Views

  (પ્રતિનિધિ : જ્યશીલ પટેલ,ઝઘડીયા)
  - તરસાલી ગામે જુગાર રમતો હોવાની બાતમીના આધારે છાપો મારતા બે જુગારીયા ઝડપાયા હતા તો આઠ ફરાર.
  ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ મથકની પોલીસ ગતરોજ ભાલોદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.તે દરમ્યાન તેઓને બાતમી મળી હતી કે તરસાલી ગામના નિશાળ ફળિયામાં રહેતા અબ્દુલ હિંમત મલેકનાઓ ઘરની બાજુમાં આવેલ ખુલ્લી ગભાણમાં કેટલાક ઈસમોને નીચે બેસી પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમે છે.બાતમીના આધારે નવી તરસાલી ગામના નિશાળ ફળિયામાં છાપો મારતા કેટલાક ઈસમો ભેગા મળી પત્તા પાનાથી પૈસા વડે હારજીતનો જુગાર રમતા હતા.જેથી તેઓને કોર્ડન કરી પકડવા જતા જુગાર રમતા ઈસમો પોલીસને જોઈ તેઓ નાસવા લાગેલા તે પૈકી બે જુગારીયાઓને તેઓએ ઝડપી પાડેલા.
  ઝડપાયેલા જુગારીયાઓની અંગઝડતી કરતા ૧૨,૯૦૦ રોકડા તથા એક મોબાઈલ મળી ૧૩,૯૦૦ નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.રાજપારડી પોલીસે (૧) અબ્દુલ હિંમત મલિક (૨) મન્સૂર હિંમત મલેક (૩) રસુલ ગુલામ મલેક (૪) રસીદ મલેક તમામ રહે. તરસાલી તા. ઝઘડિયા, (૫) સુરેશ વિઠ્ઠલ માછી (૬) અનીશ ઉર્ફે કાલું રહે.મોટીકોરલ તા.કરજણ (૭) દેવાગ પટેલ (૮) વિજય માછી (૯) ઈલ્યાસ સલીમ દિવાન (૧૦) ઈમરાન બલુચી વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.