આવતી કાલથી આમોદ પાલિકાના સફાઈ કામદારો કાળી પટ્ટી ધારણ કરી સફાઈ કામગીરી બજાવશે.

Published on BNI NEWS 2022-01-24 16:49:29

    • 24-01-2022
    • 10546 Views

    પ્રતીક ઉપવાસના પાંચ દિવસ થવા છતાં કોઈ નિરાકરણ ના આવતાં સફાઈ કામદારોની રચનાત્મક કાર્યક્રમની ઘોષણા.

    પાલિકાને ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપી સફાઈ કામગીરી બંધ કરવાનું એલાન : એક માસથી લેખિત આપ્યું હોવા છતાં સફાઈ કામદારોને કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી.

    આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોના પ્રતિનિધિઓના આજે ઉપવાસના પાંચ દિવસ વીતવા છતાં પાલિકાના શાસક પક્ષ તરફથી કોઈ નિરાકરણ નહીં આવતાં પાલિકાના સફાઈ કામદારો આવતી કાલથી કાળી પટ્ટી ધારણ કરી સફાઈ કામગીરી બજાવી પાલિકા તંત્ર સામે પોતાનો રોષ ઠાલવશે.તેમજ આવનારા દિવસોમાં પણ સફાઈ કામદારો દ્વારા અનેક રચનાત્મક કાર્યક્રમો આપી નિષ્ઠુર શાસકો સામે રોષ ઠાલવશે.એક મહિના પહેલા જ સફાઈ કામદારોએ પોતાની માંગણી લેખિતમાં આપી છતાં સફાઈ કામદારોને કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી.સફાઈ કામદારોના પી.એફ.ના કરોડ રૂપિયાનો હજુ કોઈ હિસાબ મળતો નથી.સફાઈ કામદારોના પ્રતિનિધિઓનો આજે પાંચમો દિવસ થવા છતાં શાસકોના પેટનું પાણી હાલતું ના હોય આવનાર ત્રણ દિવસ બાદ આરોગ્યલક્ષી તમામ કામગીરી બંધ કરવામાં આવશે હોવાનું અખિલ ભારતીય સફાઈ કામદાર ભરૂચ જિલ્લા પ્રમુખ હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું.